અર્થતંત્ર એ શાસ્ત્ર છે કે દરેક માણસ પોતાની રીતે સમજે છે. જો ભાવ ઘટવાથી આપણે કમાતા હોઇએ તો ભાવ ઘટવા સારા છે. જો ભાવ વધવાથી આપણે કમાતા હોઈએ તો ભાવવધારો સારો છે. અર્થશાસ્ત્રનું ગુરુત્વ મધ્ય બિંદુ આપણા શરીરમાંથી પસાર થાય છે.
જો ટાટા સ્ટીલ ૨૫૦ના ભાવના થઈ જાય અને આપણે પૈસા ખોતા હોઈએ તો એ ભાવવધારો ખોટો છે, જો ભાવ ગબડીને ૧૮૦ થઈ જાય અને આપણે કમાતા હોઈએ તો મંદી સારી છે.
અર્થશાસ્ત્રમાં દેશનું ભવિષ્ય અને નાગરિકનું ભવિષ્ય એકબીજા પર અવલંબિત હોય એ જરૂરી નથી.
અર્થશાસ્ત્રમાં ભૌતિકશાસ્ત્ર કે અલ-કિમીયાની જેમ ક્યારેક કીમિયાગરો જાદુ કરતા રહે છે અથવા બાજીગરોની જેમ બાજીઓ રમી લેતા હોય છે. (એક હિંદી સમાચાર પત્રે ૧૯૯૩ના ફેબ્રુઆરીના બજેટ પછી લખ્યું હતું કે આપજ્ઞા અર્થમંત્રી ડૉક્ટર પણ છે અને મનમોહને પણ છે !)
એક વાર આર્થર લાફાર નામના એક યુવાન અર્થશાસ્ત્રીએ વૉશિંગ્ટનની એક હોટેલના રૂમમાં બેઠાબેઠા એક પેપર નેપકીન પર એક અર્ધ વર્તુળરેખા દોરી અને સિદ્ધાંત બનાવ્યો કે જે કરનો દર વધારવામાં આવે તો કુલ કર ઓછો મળશે કારણ કે લોકોને વધારે કમાવાની પ્રેરણા નહી રહે ! આ સિદ્ધાંત “લાફાર્સ કર્વ" નામથી અર્થશાસ્ત્રમાં ઓળખાયો અને એમાંથી જન્મેલું શાસ્ત્ર “સપ્લાય સાઇડ ઇકનોમિક્સ" કહેવાયું જે ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રગન ભાઈ અપનાવ્યું. પછી રેગનોમિક્સ શબ્દ પણ આવ્યો !
એક ડાહ્યા અમેરિકને કહ્યું કે ટેબલ નેપ્કિનનો ઉપયોગ જો ટેબલ નેપ્કિન રૂપે જ આર્થર લાફારે કર્યો હોત તો દુનિયાને થોડી શાંતિ રહેત. અમેરિકન અર્થશાસ્ત્રી જ્યોર્જ પેરીએ પ્રતિવાદ કર્યો : તમે એમ માનો છો કે એક ડેન્ટિસ્ટ કે દંતજ્ઞ દુઃખતા દાંત કાઢવાનું બંધ કરશે અને જોહ્ન રમ્યા કરશે, એટલા માટે કે એને ટેક્ષ વધારે આપવો પડે છે?
અર્થશાસ્ત્રની મુખ્ય ધરી છે પૈસા, અને પૈસાના વિના મુખ્ય ધરી છે, "શૂન્ય". કોઈ પણ બજેટ કે આર્થિક પ્રકલ્પ માટે મહત્ત્વના આંક્ડા શૂન્યો છે. કેટલાં શુન્યો છે એના પરથી પોજનાની પરિકલ્પના નક્કી થાય છે.
બજેટ વિષેની એક રમૂજ એવી છે કે જ્યારે અર્થમંત્રાલયના તજ્ઞો બજેટ ફ્રેમ કરવા બેસે છે ત્યારે પ્રથમ મુખ્ય મુખ્ય શાખા-પ્રશાખાઓ અને ભાગો-વિભાગોની સામે શૂન્યો લખી નાંખે છે, પછી આગળ કયો આંકડો ભરવો એ વિચાર કરે છે ! અર્થશાસ્ત્ર પહેલાં જેવું રહ્યું નથી. રૂપિયાની કન્વર્ટિબિલિટી કે પરિવર્તનશીલતા આવી ગઈ છે. બે દિવસ પછી વિદ્વાનોને ખબર પડી કે આ કન્વર્ટિબિલિટી રૂપિયાની નહીં પણ ડૉલરની થઈ છે. હવે બે દિવસ પછી ફરીથી કંઈક નવું ખબર પડશે.
અર્થશાસ્ત્ર એ “વિજ્ઞાન” છે જે કાલક્રમે આપણને “અધ્યાત્મ જ્ઞાન” તરફ લઈ જાય છે.
અનુલેખન page 143, 144
ચંદ્રકાંત બક્ષી
મેનેજમેન્ટ અને બિઝનેસ ...
મારા વિચાર..
આમેય ભારતીય RBI જ્યારથી Vostro account ખોલાવી 18 વિદેશી રાજ્યો/દેશો સાથે રૂપિયાથી વેપાર કરે છે તો રૂપિયાની નજાકત ત્રીજા વિશ્વ ના દેશો ને પણ સમજાતા ભારતીય રૂપિયાને આંતરરાષ્ટ્રીય ધોરણે હાલમાં ડોલર, પાઉન્ડ, યુરો ની સામે સ્થિર રાખવાના કારગર પ્રયાસ માં મદદ મળી જ છે .
આશા સહ ભારતીય રૂપિયો એના જન્મ દાતા પૈસા ને યાદ કરી રહ્યો છે.. 100 પૈસા ભેગા થાય તો જ રૂપિયો બને છે..
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
No comments:
Post a Comment