Showing posts with label આધ્યાત્મિક. Show all posts
Showing posts with label આધ્યાત્મિક. Show all posts

Tuesday, January 23, 2024

આસામી ગુહ્ય સૂત્ર

Bamboo sticks lamp in water glass, is a unique traditional style of Northern East sides Tribes.. for enjoying deewalee.. Rare phenomenon done Last night at Samartheshwar temple, as Raam got his home at Ayodhya??? This is done at tree sides ling's shiv Shakti sculpture..  
At brahmputra river side the whole Villages people knowing this as Guhya Sutra..  
This is really a miracle education..if you understand vertical and horizontal lamp's cotton stick details..  
Horizontal lamp's mean female and vertical lamp's mean male..  
The truth of Shiva Shakti inside the Kamakshi temple on the Assam side is very mysterious and unique.  
Ancient times all smashan are near by river only.. and at Ahmedabad still it's available..  
Oldest people Made Chita at inside river...or we cdn say at the places where the water touching the Land area..  
When you making lamp within water, you needs stands and oil liquid like freezed ghee. Very nice odd knowledge...  
Happy Moments  
Jay Gurudev Dattatreya  
Jay HIND  
Jigaram Jaigishya is a jigar:  
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ  
શિર્ષક : વાંસ નો પાણી માં નો દીવો  
કામાક્ષી નું આડી ઊભી દીવાની વાટ નું ગુહ્ય સૂત્ર 
પાણીના ગ્લાસમાં વાંસની લાકડીનો દીવો, ઉત્તર પૂર્વ બાજુની આદિવાસીઓની એક અનોખી પરંપરાગત શૈલી છે.. દિવાલીનો આનંદ માણવા માટે.. રામને અયોધ્યામાં તેમનું ઘર મળ્યું હોવાથી ગઈકાલે રાત્રે સમર્થેશ્વર મંદિરમાં કરવામાં આવી દુર્લભ ઘટના??? આ વૃક્ષની બાજુઓ પર લિંગના શિવ શક્તિ શિલ્પ પર કરવામાં આવે છે..  
બ્રહ્મપુત્રા નદી કિનારે આખા ગામો લોકો તેને ગુહ્ય સૂત્ર તરીકે ઓળખે છે.  
આ ખરેખર એક ચમત્કારિક શિક્ષણ છે..જો તમે ઊભી અને આડી લેમ્પની કોટન સ્ટીકની વિગતો સમજતા હોવ તો..  
આડી દિવેટ નો અર્થ સ્ત્રી અને ઊભી દિવેટનો અર્થ પુરુષ..  
આસામ બાજુના કામાક્ષી મંદિરની અંદરનું શિવ શક્તિ નું સત્ય ખૂબ જ રહસ્ય મય અનોખું છે..  
પ્રાચીન સમયમાં તમામ સ્મશાન માત્ર નદીની નજીક જ હતા.. અને અમદાવાદમાં હજુ પણ તે ઉપલબ્ધ છે..  
વૃદ્ધ લોકોએ નદીની અંદર ચિતા બનાવી હતી...અથવા આપણે કહીએ છીએ કે જ્યાં પાણી જમીનના વિસ્તારને સ્પર્શે છે ત્યાં...  
જ્યારે તમે પાણીમાં દીવો કરો છો, ત્યારે તમારે સ્થિર ઘી જેવા સ્ટેન્ડ અને તેલના પ્રવાહીની જરૂર હોય છે. ખૂબ સરસ વિચિત્ર જ્ઞાન...  
ખુશ ક્ષણો  
જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિન્દ  
Jigaram Jaigishya is a jigar:  
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

Thursday, December 28, 2023

ડમરુ ની નાદ ઊર્જા

૬૬. ભગવાન શિવે જાતે પોતાના આશીર્વાદ દ્વારા જ્ઞાન આપ્યું

એક જે ભગ તરીકે ઓળખાય છે તે ભગવાન. બધી જ સમૃધ્ધિ બધી જ સંપત્તિ, બધી ખજાનો, બધી જ કીર્તિ બધું જ ભવ્ય એશ્વર્ય ત્યાં હોય છે. વીર્ય (virya) એ મોટામાં મોટી શક્તિ બળ અને તાકાત છે. યશએ નામના અને પ્રસિધ્ધિ છે. સ્ત્રી એ સમૃદ્ધિ છે. જ્ઞાન અને વૈરાગ્ય એ ડહાપણવાળું શિખર છે અને ત્યાગનું શિખર અનુક્રમે છે. જ્ઞાન એ ભગવાન શંકરે પોતે આશીર્વાદથી આપ્યું છે. બધુ જ જ્ઞાન મહાદેવ શિવ પાસેથી જ મળે છે. 

એવું કહેવાય છે કે શિવએ જ્ઞાનનો અકળ મોટો દરિયો હતો તેમાંનો એક ભાગ બૃહસ્પતિએ ઘડામાં ભર્યો હતો અને તેમાંથી એક ચમચો પાણિનિ દ્વારા લેવાયો હતો. જે સંસ્કૃત વ્યાકરણના પ્રસિદ્ધ રચયિતા છે.

તમને આ રસ પડે તેવી વાર્તા છે કે પાણિનિએ જે સંસ્કૃત વ્યાકરણના મૂળ કર્તા છે. તેમણે શંકર પાસેથી જ્ઞાન કેવી રીતે મેળવ્યું. તે તેમના વિદ્યાર્થીઓના સમૂહમાં ઠોઠ વિદ્યાર્થી હતા. તક્ષશિલામાં આવેલા તેમના ગુરુ તક્ષશીલા પાસે ભણતા હતા બીજા વિદ્યાર્થીઓ ઘણા હોશિયાર અને બુદ્ધિશાળી હતા. પાણિનિ એ ઘણો જ ડોબો અને ઓછી બુદ્ધિવાળો હતો અને તેને ઉતારી પાડવામાં આવતો હતો અને વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓ તેની ઠઠ્ઠામશ્કરી કરતા હતા. તેને મનમાં ઘણું લાગી આવ્યું. બીજા બધા વિદ્યાર્થીઓ તેને દમદાટી આપીને કામ કઢાવતા હતા અને શિક્ષક જે કંઈ કહે તે તેને કંઈજ સમજણ પડતી ન હતી.

એ એકલો બધા તરફ નિરાશાજનક, નફરતવાળા વિચારમાં તે જંગલમાં ગયો અને તેણે ભગવાન શંકર ઉપર ઊંડુ ધ્યાન કર્યું. તેણે પ્રાર્થના કરી કે “ઓ ભગવાન, મને જ્ઞાન સાથે આશીર્વાદ આપો." એવું કહેવાય છે કે ભગવાન શિવ તેની સામે દેખાયા અને તેની આસપાસ ગોળ ગોળ ફરીને નૃત્ય કર્યું. 

તેમણે ડમરૂનો ચૌદ વખત ધક અવાજ કર્યો અને ચૌદ અવાજો એ આ બધા સંસ્કૃત વ્યાકરણના બધા જ મૂળ બંધારણ હતા. 
૧. Aiun આયુન, 
૨. Ristk રીર્ક, 
૩. Aowng ઓંગ, 
૪. Alouch આઉચ (आउँथे), 
५. Ha ya va rat હ, ય, વ, રત 
६. Lan લાં. 
७. Na ma nga na nam, ન, મ, નગ, ન, નમ, 
૮. Jha bhanj ઝા, ભંજ, 
૯. Gha, dha, dhash, ગા.ધા, ધશ. 
१०. Ja, ba, ga, da, das, જ, બ, ગ, ડ, ડસ 
११. Kha, pha, chha, tha, tha, cha, ta, tav, ખ, પ, ચ્ચ, થ, થા, ચ, ત, તવ 
१२. Ka, Pay. ક, પય,  
13. Sa, Sha, Sar, સ, શા, સર, 
૧૪. Hal હલ.

આ બધા સંસ્કૃત વ્યાકરણના અર્ક અથવા મૂળભૂત પાયાના બંધારણના શબ્દો હતા આ અવાજો આપણને અર્થ વગરના લાગે છે. કારણ કે તે સંસ્કૃત વ્યાકરણના અને સંસ્કૃત સાહિત્યનો મજબૂત પાયો છે. આથી ભગવાન પુસ્તકો વગર અને ભણાવવાના સાધનો વગર, વિચારો અને અવાજ તથા દૃશ્ય, સ્પર્શ અથવા, કૃપાળું, દયાળુ ચેષ્ટાથી આપણને શીખવે છે. આવા જ શંકર ભગવાનના પુત્ર શ્રી ગણપતિ, શ્રી ગણેશ આવા વિદ્વાન હતા.

७७

Wednesday, August 23, 2023

કૃપાળુ જી ની ક્ષુબ્ધ અવસ્થા

આજે હું જૂના ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું કે જ્યારે શ્રી કૃપાલુ મહારાજે તેમના પ્રવચનમ અને અર્થ કર્યા હતા જ્યારે એઓ એમની ક્ષુબ્ધ અવસ્થા કુદરતી નિયમો દ્વારા આપોઆપ બની હતી … એઓ કંઇજ બોલી નહતા શકતા માત્ર આંખ થી આંસુ નીકળતા હતા.. તેઓ ખૂબ રડ્યા અને બીજા કોઈ શબ્દ નહીં પરંતુ માત્ર રડ્યા હતા…આ વિડિયો અત્યારે યુટ્યુબ પર ઉપલબ્ધ છે પણ ચેનલ પર મને મળી રહ્યો નથી…

આ ક્ષણને સમજાવવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ આજે હું મારા કાકાની વિગત ભાળી કહી રહ્યો છું. તેઓ ક્ષુબ્ધ બની સાંન ભાંન વીસરી, આંખો ના ડોળા ઊંચે ચડાવી દેતા દવાખાને દાખલ કર્યા હતા..પણ એમને કોઈ વાત નો છોછ નહતો..નિખાલસ વાતો મારી અને મમ્મી સાથે તેઓએ કરીછે ત્યારબાદ તો..

અતિશય ધાર્મિક રહેલી વ્યક્તિને ખરેખર જો ક્યારેક સારું કામ કરવું જ હોય તો તે ચોક્કસ કર્મના એક ભાગના કર્મ રૂપે એ જૂની વાતોને યાદ કરી જો પસ્તાતા કરે છે તો એને એની ચોક્કસ સંયોગીકરણ યોગીક અવસ્થામાં પણ એનું ભાન થતા એ આંસુ રૂપે બહાર નીકળી જતી હોય છે અને એનું જીવન ચોખ્ખું થતું હોય છે..

મને કૃપાળુ મહારાજ વિષય વધારે ખબર નથી પણ નિત્યાનંદજી મહારાજની વાતો youtube માં સમાચારમાં ઝલકતી રહેતી હોય છે..

કોઈ જ માણસ સતત સારા વિચાર તો ક્યારેય પણ કરી શકતો નથી અને જો તે કરી શકતો હોય તો તે પોતાની મૂળ અવસ્થામાં નથી .. આ વૈશ્વિક ધારા ધોરણનો, મારો અપનાવેલો નિયમ છે અને આથી જ કર્મ અકર્મ વિકર્મ સાથેની પ્રકૃતિની અંદર ચોક્કસ પ્રકારના કૃત્યનો આપણે દરેક જણ ભોગ બનતા હોઈએ છીએ..

ઘણાને શુદ્ધ ક્ષુબ્ધ અવસ્થા આવતી હોય છે અથવા તો ઘણાને લો પ્રેશર થઈ જતું હોય છે અથવા તો ઘણાને હાઈ બ્લડ પ્રેશર થઈ જતું હોય છે પણ રક્તચાપની જે સ્થિતિ આપણે મેળવતા હોઈએ છીએ, તેમાં આપણા વિભાગીય સ્પંદનો જે તે અવસ્થાના ચરમસીમાના સંકળાયેલા બીજા સજીવોના મનચક્ષુ તથા મન:અવસ્થા ના કૃત્યનો એક પ્રકારના ભાગ કે ભોગ ની રીતે આપણે પણ એના તાદાત્માના સાધ્ય અવસ્થાની અંદર વિભાગીય સ્પંદન થી આપણે આપણી પોતાની સ્થિતિ અનુરૂપ અનુભવી શકીએ છીએ અને એની અનુભૂતિ પણ કરીએ છીએ..

સાચે જ આ વાણી ની ભાષા સમજવી કઠણ છે પણ આધ્યાત્મિક સંજોગોમાં રહેલા ચોક્કસ પ્રકારના મનુષ્યો આ વાત સમજી શકશે.. જો આ માટે હું અહીં એક ઉદાહરણ પણ આપી રહ્યો છું જે ઇસ્કોન દ્વારા ભક્તિ વેદાંત સ્વામીની ભગવદગીતા ના પુસ્તકની અંદર ચિત્રોના ફળ સ્વરૂપે આપેલી છે…


સજીવ સૃષ્ટિનું સંચાલન પ્રભુ કરે છે એ વાતમાં કોઈ મીનમેખ નથી.. પણ સંચાલનના તબક્કામાં દર્શાવતો સમયનો ગાળો અથવા તો જે તે પ્રકારનું ક્ષેત્ર અને એક ક્ષેત્રનો ક્ષેત્રજ્ઞાન જે પણ રીતે આપણી સાથે તાદાત્મક કરે છે શું આપણે એને ઓળખી શકીએ છે ના કદાચ એ ઓળખવા માટે તો બહુ પ્રભુ કૃપા ની સંમતિ જરૂરી છે..

મને તો હજી મારા કામવાસના આવેગ ની અંદર શિશ્ન ઉત્તેજિત થયું છે કે પછી કોઈ બીજા થકી પ્રેરિત થઈને સ્તભન થયું છે એ પણ ખબર નથી પડતી… પણ સાધક અવસ્થા થી એટલી ખબર રહી છે કે અઘોરી બનતા પહેલા ખુદ પોતે પોતાની મરણોત્તર ક્રિયા ગુરુ તરફથી કરાવડાવી જરૂરી છે.. કેમ કે શંકર શુક્ર આચાર્ય ની જવાબ દારી ત્યારેજ લે છે કે જ્યારે અને શિષ્ય અંધક ની ગતિવિધિ ની પલોજળ ત્રાસગાર લોકો માટે હોય… શ્રાવણ મહિના ના સોમવાર ના પ્રણામ..

શુદ્ધ અવસ્થા નું સંતુલન જે પણ કોઈ કરતા હોય તે પરમ સત્ય તત્વોને મારા પ્રણામ

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
Jigaram Jaigishya is jigar:



राष्ट्र स्तुति

राष्ट्र स्तुति प्रियं भारतम् प्रकृत्या सुरम्यं विशालं प्रकामं सरित्तारहारैः ललामं निकामम् । हिमाद्रिर्ललाटे पदे चैव सिन्धुः प्रियं भारतं सर्...