सूर्य में आधा "र" है लेकिन उसकी रश्मि में पूर्ण र है। जो की दर्द जो त्वक या त्वचा से जुड़ा हो उसे दूर करते हे।
कृष्ण पुत्र सांब को चर्मरोग मुल्तान से आए मग ब्राह्मण ने दूर किया था। पुराण में उल्लेख है।
सूर्य मंदिर हो वहां वाव, तालाब, पानी होना बहुत लाजमी ही हे क्योंकि सूर्य एवं उसकी किरने जलाती है तब पानी का उपयुक्त सेवन करके गर्म ठंड के निश्चित दायरे में हम अपना चर्म रोग या जिसे कुष्ठ रोग या शरीरी कोई भी चर्म से जुड़ा रोग दूर कर सकते है, जो सिर्फ सूर्य की रश्मि के प्रभाव से उपयुक्त है।
आज में कई लोगों की चमड़ी एक ही शरीर में विविध रंग वाली देख सकता हूं। जो सूर्य सहस्त्र रश्मि प्रावधान की चिकित्सा से दूर हो सकती है।
मओढेरा सूर्य मंदिर की वाव इस बात की पुष्टि करती है।
पूर्ण गणित ने सांख्य योग से जुड़कर पुराण कालीन विशेष इमारत पृथ्वी के कर्क वृत के ऊपर बनाई।
विषुव वृत से 23.5 की पृथ्वी की आड़ी वलय रेखा को कर्क वृत और 46 वलय रेखा को मकर वृत कहते हे। बहुत भेदी बात है।
मुख्य बात
सूर्य रश्मि का प्रभाव ऐसा होता है की वह जिस रास्ते हमे मिलती है उसी रास्ते सूर्य उसे वापिस भी ले सकने का सामर्थ्य उसके आकर्षण प्रभाव से रखता है। वेदोक्त बात ही लिखी है। तभी हम अपने व रोग का उपचार कर सकते है।
आधुनिक बात
रसायन विज्ञान में जब कांच की पीपेट, जब तक पानी में होगी तब तक उसके अंदर का पानी, पात्र के पानी के समतल की सपाटी से थोड़ा ऊपर रहता है। लेकिन जब उसे पानी से निकालते हे तो भी थोड़ा पानी उसमे केशाकर्षण नियम की वजहसे रहता ही है। यही नियम सूर्य रश्मि चिकित्सा में प्रमाणित है।
गीता ज्ञान "Give & Take but while work care with Back-up"
ज्यादा बात एवं चिकत्सा पद्धति को वेद को पढ़ने से पता चल सकता है। खास कर अथर्ववेद।
एम एफ हुसैन जी के सभी चित्रों में मानवाकृतिया वाले चहरे कहीं कहीं सपाट सी दिखते है, वह एक संशोधनीय विषय मुझे आज कल लग रहा है।
उन्होंने जहां पर पूर्ण चहेरा नही बनाया, वहां चहेरा बिंदी के साथ पूर्ण वक्रीय सक्रिय अनुषांगिक तोरसे दिखाया।
लेकिन जहां पूर्ण चहरा बताया वहां कोणीय रेखा एवं सपाट रेखांकन किया, ऐसा मेरी नज़र में हे, बाकी रब जाने।
जय गुरुदेव दत्तात्रेय
जय हिन्द
जय हिंद
जीगरम जैगिष्य जिगर:
----------------------------------------
_________________________
વેદનાં ત્રણ સ્વરૂપોમાંથી આઠ પદાર્થ મળેલા છે :
પૃથ્વી અને અગ્નિ, અંતિરક્ષ અને વાયુ, આકાશ અને આદિત્ય તેમ જ વાણી અને પ્રાણ.
હવે જે ગાયત્રી છંદ છે તે આઠ અક્ષરોનો છે. તેથી ગાયત્ર નામે સામનું ગાન બન્યું છે. આ ગાયત્રી તો બ્રહ્મ છે, માટે તે બ્રહ્મને મેળવે છે.
ઓમ ની વિશદ વ્યાખ્યા આ રીતની છે :
જે ઓમ્ અક્ષર પ્રસિદ્ધ છે, તે અગ્નિ છે અને વાણી તો પૃથ્વી છે, ઓમ્ તે વાયુ અને વાણી અંતિરક્ષ, ઓમ્ તે આદિત્ય અને વાણી તે ઘો—આકાશ તેમજ ઓમ્ તે પ્રાણ અને વાણી એ તો વાણી જ ગણાય છે.
આ રહસ્યનો જાણકાર ગાયક (ઉદગાતા) શરૂઆતમાં ઓમ્ અક્ષરને જોડીને ગાન કરે છે, તે અગ્નિને લઈ પૃથ્વીમાં રાખે છે; વાયુને લઈ અંતરિક્ષમાં રાખે છે, આદિત્યને લઈ આકાશમાં રાખે છે, પ્રાણને લઈ વાણીમાં રાખે છે. સામગાનની શરૂઆતમાં "ઓવા" અક્ષર જોડે છે, તેનું રહસ્ય બ્રહ્મવાદી રજૂ કરે છે :
અહીં કેટલાક બ્રહ્મવાદીઓ કહે છે : સામનાં ગીત ‘ઓવા, ઓવા’થી શરૂ કરીને ગવાય છે. ઓવા અક્ષરમાં રૂચા ક્યાં રહે છે અને સામ ક્યાં રહે છે?
અહીં ઓમ્ છે, તે તો સામ છે અને વાણી છે, તે ઋચા છે. ઓમ્ છે, તે મન છે અને વાણી એ તો વાણી છે. ઓમ એ તો દેવરાજ ઇન્દ્ર છે. અને વાણી એ તો બધા દેવો છે. આ કારણે બધા દેવો ઇન્દ્રને અનુસરે છે.
જે ઓમ, તે જ ૐ છે, તે વિષે આ બ્રહ્મવાદી જણાવે છે :
સૌથી પહેલાં તો અત્યંત સૂક્ષ્મ રીતે એકલું આકાશ હતું. એ પરથી એકલું એ હતું એમ કહેવાય. એ જે આકાશ હતું; તે જ વાણી હતી : અર્થાત્ તે આકાશથી વાણી બોલાય છે.
સૃષ્ટિના સર્જનકાળે પ્રજાપતિએ તે વાણીને પીલી હતી. જેમ ઘાણીમાં તલ પીલો ને તેલ નીકળે તેમ જ વાણીને પીલવામાં આવી; તો તેમાંથી રસ નીકળ્યો હતો.
તે રસ વેદની ત્રણ વિદ્યાઓરૂપે પ્રગટ થયો. ત્યારબાદ પ્રજાપતિએ ત્રણે વિદ્યાઓને પીલી; તેને પીલવાથી રસ નીકળ્યો હતો, તે રસ આ ત્રણ લોકોના રૂપે પ્રગટ થયો. પ્રજાપતિએ તે ત્રણે લોકોને પીલ્યા; તેમને પીલવાથી જે રસ નીકળ્યો હતો, તે રસ આ ત્રણ દેવોરૂપે થયો ઃ અગ્નિ, વાયુ અને આદિત્ય—આ સૂર્ય.
વેદની એ ત્રણે વિદ્યાઓને ફરીથી પીલવામાં આવી. તેને પીલવાથી જે રસ નીકળ્યો, તે આ ત્રણ વ્યાઋતિઓના રૂપે પ્રગટ થયો. આ ત્રણ વ્યાકૃતિઓ તે ત્રણ લોકનાં રૂપ છે. ભૂર તે ભૂ લોક-પૃથ્વી, મુદ્ તે ભુવ: તે ભુર્વલોક અંતરિક્ષ સ્વર તે સ્વર્ગલોક-આકાશ.
ત્યારબાદ આ ત્રણ વ્યાતિઓને પીલવામાં આવી. તેમને પીલવાથી રસ નીકળ્યો. જે રસનાં શરણ થયા. આમ ક્ષરણ થવાથી તે અક્ષર ગણાયો. એ અક્ષર તે ઓમ તરીકે પ્રગટ થયો. તે અક્ષરને પ્રજાપતિએ પીસ્યો/પિલ્યો. તેને પીલવાથી નીકળ્યો. રસનાં એ ક્ષરણ થયાં હતાં. આમ ક્ષરણ થવા છતાં પણ તે અક્ષરનો ક્ષય યાની નાશ થયો નહિ. માટે કે અક્ષર છે, તે અક્ષય ગણાયો.
અક્ષય અક્ષર તે જ ઓમ્ છે. અહીં કેટલાક ગાનાર ઋત્વિજો ઓમ્ ઓમ એ રીતે ગાય છે. પણ ગાવાની આ રીતે બરાબર નથી. આમ ગાવાથી તેમાં રહેલો રસ નાશ પામે છે. ઓમ ગાવામાં આવે; તેમાં બે ભાવ જોવાના મળે છેઃ ઓ અને મા.
કેટલાક વળી ઓ ઓ .. એ રીતે ગાય છે, એમ ગાવાથી ગીત બનતું નથી; માટે ગાનનો એ પ્રકાર બરોબર નથી.
ૐ એ રીતે જ ગાવું જોઈએ, જ્યારે સામનાં ગીત ગાનાર ઉદ્ગાતા એક જ અક્ષરના રૂપે ગાય છે, ત્યારે તે એકના ભાવથી રસનાં સંધાન કરે છે.
આ બ્રહ્મવાદી ૐ કારની ઉપાસના કરવા માટે રહસ્ય ખોલે છે.
... ૐ એક અક્ષર છે, તેની ઉદ્ગીય ગણીને ઉપાસના કરવી, ઉદ્દગાતા ઓમ્ ઓમનાં ગાન કરે છે; તેનું પ્રવચન આ રીતે છે : ‘વિશ્વના સૌ જે, ભૂત પદાર્થો છે, તેનો સાર–રસ તો પૃથિવી છે. તે પૃથિવીના રસ સુક્ષ્મ જલ છે. સૂક્ષ્મ જલના રસ ઔષધિ વનસ્પતિ છે. વૃક્ષ વનસ્પતિઓના રસ પુરુષ છે. પુરુષના રસ વાણી છે. વાર્ણીના રસ ઋચા છે. ઋચાના રસ સામ છે. સામના રસ ઉદગીથ છે.
આ પ્રકારની ઉપાસનામાં કઈ કઈ સચા છે. અને કહ્યું ક્યું સામનું ગાન હું અને કયું કર્યું ઉદગીથ ગીત છે, તે વિચારવામાં આવેલું છે કે
‘આમાં વાણી એ તો ઋચા છે, પ્રાણ તો સામ છે. ઓમ્ જે અક્ષર છે, તે ઉદગીથ -ગીત છે. આમાં વાણી અને પ્રાણ, ઋચા અને સામ એ બંને તો જુગલજોડી-મિથુન છે. આ જુગલજોડી ‘ઓમ્’ અક્ષરમાં જોડાઈ જાય છે.
લોકવ્યવહારમાં પણ જોવાને મળે છે કે, જ્યારે બે મિથુન-જુગલજોડી પરસ્પર સંગત થાય છે, ત્યારે તે એકમેકની કામનાઓને પૂરી પાડે છે. એ રીતે જે સાધક ૐ કારના આ રહસ્યને જાણીને, તેની અસર - ઉડગીથ રૂપે ઉપાસના કરે છે, તે બધી કામનાઓને મેળવી છે.'
બ્રહ્મવાદીએ રજૂ કરેલ ઉપનિષદની વાણી પ્રવચનરૂપે છે, તો પણ તે મિતભાષી છે. તે દિવ્ય વાણી છે, સાદી રીતે તે સમજાય એમ નથી. તેનાં મનન કરવાં જોઇએ, ધ્યાનમાં તે વાત લાવવી જોઈએ, મનન કરતાં કરતાં, રક્ષણ કરે, તે મંત્ર. મંત્રની એક ભાષા છે, પરિભાષા છે, તે સમજણમાં આવે, તો કામ સફળ થાય.
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
આચાર્ય vishnudev પંડિત ના પુસ્તક "સામવેદ કથાઓ" માંથી સહર્ષ આભાર સહ..