Wednesday, September 14, 2022

ખાસ નોંધ શશી ની

૧૯૪૭ ઑગસ્ટ ૧૫, ભારત સ્વતંત્ર બને છે.

૧૯૪૮ જાન્યુઆરી ૩૦, મહાત્મા ગાંધીનું ખૂન. ૧૯૫૦ જાન્યુઆરી ૨૬, ભારતના પ્રજાસત્તાક બંધારણનો સ્વીકાર,

૧૯૫૨ ભારતનું પ્રથમ સામાન્ય નિર્વાચન, કૉંગ્રેસ પક્ષની સરકાર વિજયી.

૧૯૫૪ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સમાજવાદ' પ્રકારની (પદ્ધતિના) સમાજના ધ્યેય સ્વીકારે છે.

૧૯૫૬ રાજ્યોની પુનઃસંગઠનનો કાયદો જાતિ-ભાષાકીય રાજ્યો ઉત્પન્ન કરે છે. ૧૯૫૭ બીજું સામાન્ય નિર્વાચન ઃ નેહરુના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસ તેનું સંખ્યાબળ વધારે છે, કેરાલા રાજ્યમાં સામ્યવાદી સરકાર ચૂંટાય છે.

૧૯૫૯ ઇન્દિરા ગાંધી, કોંગ્રેસ પક્ષના પ્રમુખના નેતૃત્વ હેઠળ કેરાલા રાજ્યમાં ચૂંટાયેલી સામ્યવાદી સરકારને હઠાવવાની સફળ ઝુંબેશ આદરે છે.

૧૯૬૨ ચીન સાથે યુદ્ધ, ત્રીજી સામાન્ય ચૂંટણી.

૧૯૬૪ વડા પ્રધાન જવાહરલાલ નેહરુનું અવસાન, લાલબહાદુર શાસ્ત્રીનું ઉત્તરાધિકારી (વડા પ્રધાનપદ) પદ ધારણ કરવું.

૧૯૬૫ પાકિસ્તાન સાથે યુદ્ધ

૧૯૬૬ વડા પ્રધાન શાસ્ત્રીનું તાસ્કંદ મુકામે શાંતિમંત્રણા સ્થળે નિધન, ઇન્દિરા

ગાંધીનું ઉત્તરાધિકારી પદ ધારણ કરવું.

૧૯૬૭ ચૌથી સામાન્ય ચૂંટણી.

૧૯૬૯ બૅન્કોનું રાષ્ટ્રીયકરણ, જેના પછી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષમાં વિભાજન (ભંગાણ) થયું, વડા પ્રધાન ઇન્દિરા ગાંધી ડાબેરીઓના ટેકાથી સ૨કાર ચલાવે છે.

૧૯૭૧ પાંચમી સામાન્ય ચૂંટણી, શ્રીમતી ગાંધીનો પ્રચંડ બહુમતીથી વિજય બાંગ્લાદેશ કટોકટી [માનવ ઇતિહાસનો સૌથી મોટો (બેંગ્લાદેશી) શરણાર્થીઓનો ધસારો.]

૧૯૭૪ જયપ્રકાશ નારાયણ ‘સંપૂર્ણ ક્રાન્તિની ચળવળનું નેતૃત્વ લે છે, કેશવાનંદ ભારતીના સુપ્રીમ કોર્ટ નિર્ણય કરે છે કે મિલકતનો હક્ક એ બંધારણના પાયાના માળખાનો ભાગ નથી.

૧૯૭૫ ઇન્દિરા ગાંધી ચૂંટણીમાં ભ્રષ્ટાચાર માટે કોર્ટ દ્વારા દોષિત ઠરે છે; જૂન, કટોકટી જાહેર કરવામાં આવી, જેના પગલે વિરોધ પક્ષના નેતાઓની ધરપકડ કરવામાં આવી, પ્રેસ ઉપર સેન્સરશિપ લાદવામાં આવી. અને સંજય ગાંધીનો પાંચ મુદ્દાનો કાર્યક્રમ.

૧૯૭૬ ભારતીય બંધારણમાં બેતાળીસમા સુધારાનો ફકરો જે કટોકટીકાળના સુધારાને ધારાસભામાં ઘડાયેલા નિયમોને કાયદાનું સ્વરૂપ આપે. ૧૯૭૭ માર્ચ, છઠ્ઠી ચૂંટણીના અંતે કટોકટીનો અંત, શ્રીમતી ગાંધી અને કોંગ્રેસ (ઇન્દિરા) પક્ષની પછડાટ કચડાય છે. મોરારજી દેસાઈના વડા પ્રધાનપદે જનતા પાર્ટી અધિકાર મેળવે છે.

૧૯૭૯ જનતા પાર્ટીમાં ભંગાણ, સરકાર બનાવવા માટે વિરોધ તકના વડા ચરણસિંઘ ઇન્દિરા ગાંધીનો ટેકો મેળવે છે. આ ટેકો પાછો ખેંચામાં સાતમી સામાન્ય ચૂંટણી આવી પડે છે.

૧૯૮૦ જાન્યુઆરી, સાતમી સામાન્ય ચૂંટણી : શ્રીમતી ગાંધી વડા પુનઃ સત્તા ધારણ કરે છે. જૂન, દિલ્હીમાં જોખમી સાહસ ખેડવામાં વિમાનના હવાઈધડાકામાં સંજય ગાંધીનું મૃત્યુ. અન્ય પછાતવર્ગ’ના વધારાના આરક્ષણ માટેનો મંડલ પંચનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો,

જેને ચૂપચાપ અભરાઈએ ચડાવવામાં આવ્યો. ૧૯૮૧ ભાઈની જગ્યા ઉપર પાર્લમેન્ટની પેટાચૂંટણીમાં રાજીવ ગાંધી જીત મેળવે છે.

૧૯૮૨ દિલ્હીમાં એશિયન રમતોનું આયોજન. જેના પગલે દિલ્હીમાં તત્કાળ આંતરમાળખું ઘડવામાં આવે છે.

૧૯૮૩ સર રિચાર્ડ ઍટેનબરોની ફિલ્મ ‘ગાંધી' આઠ એકેડમી ઍવૉર્ડ પ્રાપ્ત કરે છે.

૧૯૮૪ જુલાઈ, ‘બ્લૂ સ્ટાર ઑપરેશન' નામ હેઠળ ભારતીય સૈન્યનો ગોલ્ડન - ટેમ્પલ ઉપર હુમલો; ઑક્ટોબર – મિસિસ ગાંધીનું દગાપૂર્વક ખૂન; રાજીવ ગાંધી વડા પ્રધાન બને છે; આઠમી સામાન્ય ચૂંટણી યોજવામાં આવે છે. અને ભારતીય ચૂંટણીજગતના ઇતિહાસમાં સૌથી મોટી પ્રચંડ બહુમતીથી જીતે છે; પક્ષત્યાગ વિોધી કાયદો પસાર થાય છે.

૧૯૮૫ રાજીવ ગાંધી ભ્રષ્ટાચાર ઉપર જોરદાર હુમલો કરે છે અને કોંગ્રેસ પક્ષની શતાબ્દી ઉજવણીમાં અક્ષમતા પુરવાર, ‘નવી આર્થિક નીતિ જાહેર, સુપ્રીમ કોર્ટ દ્વારા શાહબાનોના (છૂટાછેડા) તલાક કેસમાં ચુકાદો અપાયો.


૧૯૮૬ મુસ્લિમ બાનુઓ(સ્ત્રીઓ)ના (તલાકવિષયક હક્કમાં સ્ત્રીઓના રક્ષણ અંગનો) કાયદો.

૧૯૮૭ બોફોર્સ તોપ ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપોમાં વિવાદ,

૧૯૮૮ આઠ વર્ષના સારા ચોમાસાના શાસનમાં પ્રથમ સારું ચોમાસુ, અયોધ્યામાં વાંધાજનક મસ્જિદ માટે બાબરી મસ્જિદ રામજ-મભૂમિ તકરાર ભડકી ઊઠે છે. ૧૯૮૯ નવી સામાન્ય ચૂંટણી; નૅશનલ ફ્રન્ટના કામચલાઉ જોડાશે રાજીવ

ગાંધીની કોંગ્રેસ સરકારને હરાવી; જનતાદળની લઘુમતી સરકારના

વડપણ હેઠળ રચાયેલી સરકારનું નેતૃત્વ વી. પી. સિંઘ લે છે. ૧૯૯૦ ‘અન્ય પછાતવર્ગો માટે નોકરીની વધુ અનામતો માટે ૧૯૮૦ની માંડલની ભલામણોનો અમલ કરવા માટેનો વડા પ્રધાન સિનો નિર્ણય વિવાદ સર્જે છે; બાર વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં બલિદાન આપે છે. ભારતીય જનતા પાર્ટી દેશભરમાં અયોધ્યા મુદ્દે અશાંતિ ફેલાવવાનું શરૂ કરે છે.

૧૯૯૧ વડા પ્રધાન સિંધની સરકારનું પતન; ચંદ્રશેખરના નેજા હેઠળનો દુશ્મન વિરોધ પક્ષ સરકાર રચવા માટે રાજીવ ગાંધીના ટેકાનો સહકાર માર્ગ છે; ટેકો પાછો ખેંચી લેવામાં આવતાં દસમી સામાન્ય ચૂંટણી આવી પડે છે. સોનાનો અનામત જથ્થો આંતરરાષ્ટ્રીય દેવું નિવારવા માટે ગીરો મૂકવામાં આવે છે. શ્રીલંકન તામિલ આત્માની બૉમ્બર દ્વારા રાજીવ ગાંધીનું દગાપૂર્વક ખુન; વડા પ્રધાન નરસિંહ રાવના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસ સરકાર રચાય છે; આર્થિક સુધારા સ્થાપવામાં આવ્યા.

૧૯૯૨ માંડલને સુપ્રીમ કોર્ટનું સમર્થન, હર્ષદ મહેતા સ્ટૉક માર્કેટ કૌભાંડ ફૂટી નીકળે છે; ડિસેમ્બર, હિન્દુ ટોળાં દ્વારા અયોધ્યા સ્થિત બાબરી મસ્જિદનું ખંડન (તોડી પાડવી); ભયંકર હિન્દુ-મુસ્લિમ કોમી તોફાનો પો શહેરોમાં ફાટી નીકળે છે.

૧૯૯૩ હિન્દુ-મુસ્લિમ તનાવ ચાલુ; ધાણીફૂટ બૉમ્બ મુંબઈને ધ્રુજાવી મૂકે છે; વિશ્વ હિન્દુ પરિષદની વૉશિંગ્ટન કાન્ફરન્સ યોજાય છે; કોંગ્રેસ લોકસભામાં નિશ્ચયપૂર્વક વિરોધ પક્ષના સભ્યો સાથે ગેરકાયદેસરની પરાકાષ્ઠામાં વિશ્વાસનો મત ઝીલે છે.

૧૯૯૪ ઑક્ટોબર, ખાંડ કૌભાંડ ફૂટી નીકળે છે; નવેમ્બર, કૉંગ્રેસની આંધ્ર પ્રદેશની રાજ્ય ચૂંટણીમાં કાર,

૧૯૯૫ સપ્ટેમ્બર, ગણેશનાં પૂતળાં દૂધ પીએ છે, કેરાલા ૧૦૦ ટકા શિક્ષિત ઘોષિત થાય છે.

૧૯૯૬

ભારત વિશ્વ ક્રિકેટ કપ અને મિસ વિશ્વસ્પર્ધાની યજમાની કરે છે, અગિયારમી સામાન્ય ચૂંટણી યોજાય છે; સમાજમાં સૌથી મોટી લોકશાહી ઓળખાય છે; વડા પ્રધાન નરસિંહ રાવની હાર; તેર દિવસ બાદ એ. બી. વાજપેયીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીનું પતન; યુનાઇટેડ ફ્રન્ટનું ચૂંટણી જોડાણના નેજા હેઠળ જનતા પક્ષના વડા એચ. ડી. દેવે ગૌડા વડા પ્રધાન તરીકે સત્તા પ્રાપ્ત કરે છે; લઘુતમ સામાન્ય પ્રયોગ સ્વીકારવામાં આવે છે.

૧૯૯૭ એપ્રિલ, કૉંગ્રેસે ટેકો પાછો ખેંચતાં વડા પ્રધાન એચ. ડી. દેવે ગૌડાનું રાજીનામું જેને કારણે રાજકીય કટોકટી, દેવે ગૌડાના સ્થાને આઈ. કે. ગુજરાલનું બારમા વડા પ્રધાન તરીકે આવવું, ૧૫મી ઑગસ્ટ, ભારત સ્વતંત્ર્ય પર્વ અને લોકશાહીની ૫૦મી વર્ષગાંઠ ઊજવે છે; એક દલિત અથવા ‘અસ્પૃશ્ય’, કે. આર. નારાયણન ભારતના પ્રમુખ તરીકે ચૂંટાય છે.

૧૯૯૮ સંયુક્ત મોરચાની સરકારનું પતન; નવા પ્રાદેશિક પક્ષો અને બીજેપી જેવા નવા રાજકીય પક્ષોનું કામચલાઉ જોડાણ મળીને, બનેલા રાષ્ટ્રીય લોકશાહી મૈત્રીપક્ષો, એ. બી. વાજપેયીના વડા પ્રધાનપદે રાજસત્તા.

૧૯૯૯ વડા પ્રધાન વાજપેયી પાકિસ્તાનનો ઐતિહાસિક બસપ્રવાસ ખેડે છે અને શાંતિના જાહેરનામા પર હસ્તાક્ષર કરે છે; ગણતરીના દિવસોમાં જ પાકિસ્તાની સૈનિકો અંકુશરેખા ઓળંગીને . ભારતના કબજાવાળા કાશ્મીરમાં છીંડામાંથી પ્રવેશ કરે છે; ભારત હુમલાને પાછો હઠાવે છે અને પાકિસ્તાન બ્રીફ ગુમાવે છે, પરંતુ હિમાલયના કારગિલ જિલ્લામાં લોહિયાળ જંગ ખેલાય છે; હથિયારધારી સૈનિકો ઇન્ડિયન ઍરલાઇન્સ વિમાનનું અપહરણ કરે છે જેમાં ૧૮૯ લોકો વિમાનમાં છે. મુસાફરો પ્રવાસીઓને મુક્ત કરવામાં આવે છે. ભારત સરકાર અપહરણકારોની માગણીઓને ઘૂંટણિયે પડે છે અને ઊંચા દરજ્જાના ચરિત્રવાળા ત્રણ ત્રાસવાદીઓને મુક્ત કરે છે.

૨૦૦૦ 

કાશ્મીરમાં હિંસા ક્રમશઃ વધુ ને વધુ ભડકવા સાથે ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધુ ઊંચાં શિખર સર કરે છે; ભારતીય રૂપિયો ડૉલર સામે સૌથી નીચા નોંધપાત્ર દરને સ્પર્શે છે અને ડગુમગુ થતા ચલણને સ્થિરતા આપવા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પગલાં ભરવા દરમિયાનગીરી કરે છે; છત્તીસગઢ, ઉત્તરાંચલ અને ઝારખંડને અનુક્રમે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી છૂટાં પાડીને ૨૭મા, ૨૭મા અને ૨૮મા રાજ્ય તરીકે ભારતીય સંઘ પ્રદેશમાં અસ્તિત્વ ધરાવે છે.

વાજપેયી એકતરફી ધડાકા બંધનો આદેશ આપે છે. કાશ્મી૨ી ઉગ્રવાદી ગ્રૂપ લશ્કર-એ-તોઈબા લાલ કિલ્લામાં લશ્કરી છાવણી પર હુમલો કરે છે.

૨૦૦૧

ગુજરાતમાં સર્જાયેલા ભયંકર ભૂકંપમાં ૪૦,૦૦૦ ઉપરાંત લોકો દુર્ઘટનામાં જખ્મી થાય છે; ભારત પુષ્કળ પ્રમાણમાં પુનર્વસવાટનાં પગલાં ભરે છે. વાજપેયી અને પાકિસ્તાની પ્રમુખ મુશરફ વચ્ચે આગ્રામાં ઉન્નત પરંતુ ટૂંકી અને નિષ્ફળ મુલાકાત યોજાઈ; ભારતીય લોકસભા ઉપર ઉગ્રવાદી હુમલો; ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ શિખરે પહોંચે છે; ભારતનું સૌપ્રથમ ખાનગી માલિકીનું FM સ્ટેશન, રેડિયો સિટી હવામાં પ્રસારિત થાય છે.

૨૦૦૨

પોલીસની રહેમનજર હેઠળ મુસ્લિમો ઉપર હુમલા સહિત, હિન્દુ-મુસ્લિમ હિંસા, ગુજરાતમાં હજાર ઉપરાંત મૃત્યુ, હિજરત; ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, એક મુસ્લિમ અને ભારતીય મિસાઇલ યોજનાના પિતા (જનક) ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે છે. વિવાદાસ્પદ ત્રાસવાદવિરોધી ખરડો કે જે લોકસભામાં પસાર થયા પછી રાજ્યસભામાં નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો તે ત્રાસવાદ અટકાવવાનો કાયદો લોકસભાની સંયુક્ત સભા આગળ ધકેલે છે.

૨૦૦૩

ઇઝરાયલી વડા પ્રધાન ઍરિલ શૅરોનની ભારતની રાજકીય મુલાકાત પ્રત્યે પાકિસ્તાન અને અન્ય મુસ્લિમ રાષ્ટ્રો પોતાનો અણગમો વ્યક્ત કરે છે; ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘટે છે; ભારત સરકાર ઇરાકમાં પોતાની ટુકડી મોકલવા ના પાડે છે.

ભારત પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપવાનાં પોતાના તરફથી વિશ્વાસ સંપાદન કરતાં ઘણાંબધાં પગલાં ભરવાની જાહેરાત કરે છે, જેમાં હવાઈ, રેલવે તથા બસવ્યવહારના જોડાણનો સમાવેશ થાય છે.

૨૦૦૪ 

ડાબેરીઓની સહાય વડે કૉંગ્રેસ સત્તામાં પાછી ફરે છે અને નવા રાજકીય જોડાણ સંયુક્ત પ્રોગ્રેસિવ એલાયન્સનું નેતૃત્વ લે છે, જે ચૌદમી સામાન્ય ચૂંટણીમાં આશ્ચર્યજનક વિજયને કારણે સંભવ બને છે, સોનિયા ગાંધી વડા પ્રધાનપદ માટે ના પાડે છે અને એક અર્થશાસ્ત્રી અને અગાઉના નાણા પ્રધાન ડૉ. મનમોહન સિંઘની વડા પ્રધાનપદે નિમણૂક કરે છે; સુનામી વાવાઝોડું એકલા ભારતમાં જ ૧૫,૦૦૦ ઉપરાંત માણસોનાં મૃત્યુ નિપજાવવા ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં મળી કુલ ૨,૪૦,૦૦૦થીય વધુ માણસોનાં મૃત્યુ નીપજાવે છે.

૨૦૦૫ 

ભારતની ટેલિકૉમ રેગ્યુલેટરીઑથોરીરિટી આંતરરાષ્ટ્રીય
સંદેશાવ્યવહારના દરમાં ઘટાડો કરે છે; આત્મઘાતી બૉમ્બ હુમલો દિલ્હીમાં લગભગ સો જેટલા લોકોને જખ્મી કરે છે; ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના બેંગલોર કૅમ્પમાં ત્રાસવાદી હુમલો થાય છે. ‘સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના લોકોની પ્રગતિ માટે ભારતની બંને ગૃહોની સંયુક્ત સભા એકીમતે ૯૩મો બંધારણીય સુધારો પસાર કરે છે, જે સ૨કા૨ને તેને માટે જરૂરી પગલાં ભરવા છૂટ આપે છે.

૨૦૦૬ 

બૉમ્બે સ્ટૉક ઍક્સ્ચેન્જનો સેન્સેક્સ ફેબ્રુઆરીમાં ૧૦,૦૦૦ના ઐતિહાસિક આંકને પાર કરે છે. યુ.એસ. પ્રમુખ જી. ડબ્લ્યુ. બુશ ભારતની મુલાકાતે આવે છે અને યુ. એસ. સેનેટની તથા ભારતીય લોકસભાની મંજૂરીની શરતે સિમાચિહ્નરૂપ અણુકરાર પર હસ્તાક્ષર કરે છે; મેડિકલ કૉલેજો અને તકનીકી તથા વ્યવસ્થાપન તથા અન્ય સરકારી અનુદાન મેળવતી સંસ્થાઓના ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓના મોટા પ્રમાણમાં તણખા ઝરતા ઉગ્ર વિરોધ વચ્ચે માનવસંસાધન મંત્રી અન્ય પછાતવર્ગના વિદ્યાર્થીઓ માટે ૨૭ ટકા અનામતની જાહેરાત કરે છે; મુંબઈમાં સાંજના ભરપૂર ટ્રાફિકના સમયે નિયમિત રીતે જતી-આવતી ટ્રેઇનમાં ક્રમવાર શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાએ ૨૦૦થી વધુનાં મૃત્યુ તથા ૭૦૦ ઉપરાંતને ગંભીર રીતે ઘાયલ કર્યા; પોલીસ લશ્કર-એ-તોઈબા તથા સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઉપર વહેમ કરે છે.

૨૦૦૭ 

એક દલિત સ્ત્રી માયાવતીની રાહબરી હેઠળ બહુજન સમાજવાદી પાર્ટી, ઉત્તર પ્રદેશની રાજ્ય ચૂંટણીમાં કુલ ૪૦૮માંથી આશ્ચર્યજનક ૨૦૫ સીટ ઉપર જીત મેળવે છે અને વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત કરે છે; ૬ જુલાઈ, ૨૦૦૭ના રોજ બી. એસ. ઈ. (બૉમ્બે સ્ટૉક ઍક્સ્ચેન્જ) સેન્સેક્સ ૧૫,૦૦૦ના ઐતિહાસિક માઈલસ્ટોનને સ્પર્શે છે; ભારતનો જીડીપી ૪૦,૭૦૧,૯૫૫ મિલિયન રૂપિયા અંદાજવામાં આવે છે. પ્રતિભા પાટિલ ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બને છે; રૂપિયો ડૉલર સામે ૪૦થી નીચો ઊતરે છે અને બજારોને ખૂબ જ ઉત્તેજિત કરીને કટાકો બોલાવે છે; દેશ ૬૦ વર્ષના સ્વાતંત્ર્યની ઉજવણી કરે છે.

શશી ની નોંધ

No comments:

Post a Comment

राष्ट्र स्तुति

राष्ट्र स्तुति प्रियं भारतम् प्रकृत्या सुरम्यं विशालं प्रकामं सरित्तारहारैः ललामं निकामम् । हिमाद्रिर्ललाटे पदे चैव सिन्धुः प्रियं भारतं सर्...