Wednesday, February 14, 2024

ટીપુ સુલતાન ના સમય થી ફ્રાન્સ સાથેનું આજનું ભારત

ફ્રાન્સના રાષ્ટ્રપતિ, ઈમેન્યુઅલ મેક્રોન, 2024ના આ વર્ષે ભારતના પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ હતા. અને 1998માં ભારતે ફ્રાન્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરી ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ જેક શિરાક પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ હતા. મારી જાણ માં છે ત્યાં સુઘી ટીપુ સુલતાન ના સમય થી ભારત અને ફ્રાન્સ ના રાજદ્વારી અને આર્થિક વિનિમય સંબધ સારા છે.. ટીપુ સુલતાન ને તે સમય ની મિસાઈલ/રોકેટ બોમ્બ ટેકનોલોજી ફ્રાન્સે આપી હતી..

ભારતે મે, 1998માં તેના પરમાણુ પરીક્ષણો હાથ ધર્યાં અને પોતાને પરમાણુ હથિયાર ધરાવતો દેશ જાહેર કર્યો ત્યારે અન્ય દેશોની સરખામણીમાં, ફ્રાન્સ ભારત સાથે સંવાદ શરૂ કરનાર પ્રથમ દેશ હતો. યુએન સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક માટે ભારતના દાવાને સમર્થન આપનારો તે પહેલો P-5 દેશ હતો. 1998માં ભારત-ફ્રાન્સ વચ્ચે સ્થપાયેલ પરમાણુ સંવાદ આજે વ્યૂહાત્મક સંવાદમાં પરિણમ્યો છે. 

બહુધ્રુવીય વિશ્વમાં ભારત નું એના રૂપિયા ના ચલણ સાથે આંતરરાષ્ટ્રીય પદાર્પણ એ એક અગત્ય તો ભારતિય આર્થિક ઉન્નતિ ના પાયાનો મુસદ્દો છે. જેને RBI નું VOSTRO Account કહે છે.. આંતરરાષ્ટ્રીય ધંધા માં નાણાં વિનિમય માટે નું..

ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ ચાર્લ્સ ડી ગોલે કહ્યું હતું. 'અમેરિકનો તેઓ વિચારી શકે તેવી તમામ મૂર્ખતાઓ કરે છે, જેમાંની કેટલીક તો કલ્પના બહારની હોય છે'. તેમના શબ્દો પહેલાં કરતાં પણ વધુ સાચા પડી રહ્યા છે. 

... 1964માં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાને માન્યતા આપતા પ્રેસિડેન્ટ ડી ગોલે 1966માં નાટો દળોને ફ્રાન્સમાંથી બહાર કાઢ્યા હતા. ફ્રાન્સ પછીથી નાટોમાં ફરી જોડાયું અને હવે તે G7નું વિશ્વસનીય સભ્ય છે. છતાં પણ તેણે પોતાનું આક્રમક વલણ છોડ્યું નથી.

ગયા વર્ષે ચીનની યાત્રાથી પરત ફર્યા પછી પ્રમુખ મેક્રોને ચેતવણી આપી હતી કે યુરોપિયન દેશોએ યુએસએના જાગીરદાર તરીકે રહેવાનું સ્વીકારવું જોઈએ નહીં. તેમણે યુરોપને ડિ-ડોલરાઇઝેશન સ્વીકારવાની જરૂરિયાત વિશે પણ વાત કરી હતી. ગયા વર્ષે, ફ્રાન્સે ચીની યુઆનમાં કેટલાક મોટા વ્યાપારી વ્યવહારો કર્યા હતા. 

કેનેડા અને યુએસમાં શીખ અલગતાવાદીઓની હત્યાના કાવતરામાં ભારત સરકારની સંડોવણી અંગેના આક્ષેપો સાથે મતભેદો વધુ ઘેરા બન્યા છે. આ મુદ્દો ઉકેલાયો નથી એ જ કદાચ બિડેનની ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડની તેમની મુલાકાત રદ કરવાનાં મુખ્ય કારણો પૈકીનું એક હતું. જેની જાણ પણ અમેરિકન અજન્સી એ કેનેડા એજન્સીના લોકોને આપી ત્યારબાદ ત્રૂડો ભાઈ બોલ્યા એ પણ ભરોસાના વહાણ પર, જે ખોટું પુરવાર થયું જ છે.. ભારત એવી કોઈ ઘટના સાથે નથી જોડાયું..

અમેરિકાની મુખ્ય સમસ્યા એ છે કે ભારત તેનું જાપાન કે યુરોપ જેવું સાથી ના બની શકે એ તમામ પ્રયત્નો તે પડદા પાછળ કરેજ છે.... બીજા શબ્દોમાં કહીએ તો, અમેરિકા અપેક્ષા રાખે છે કે ભારતની વિદેશ નીતિ અને ભૂરાજકીય વ્યૂહરચના અને વસ્તી વધારા ની સાથે ઉત્પાદન અને વેચાણ ના સમાન ધોરણો માંથી મલાઈ બહાર કાઢતા ચોકકસ લોકોના માળખા થી વિરુદ્ધ જઈ યુએસ ના $ ની સામે ભારતીય ₹ નીચે રહે જ.. જે કદાચ શક્ય નથી.. કેમકે ભારતિય આર્થિક ઉન્નતિ, એ પોતાની સ્વતંત્ર પ્રણાલીમાં નિયંત્રિત નિયમન ની નિતીનું પાલન કરી ને આગળ વધી છે.

આથી ભારત માટે અને વૈશ્વિક દેશો ભલે રૂપિયો નીચે તો પણ હવે આરબીઆઇ ના Vostro account થી ભારતીય રૂપિયાનો આંતરરાષ્ટ્રીય ચલણ નો મુસદ્દો વધારાયો છે.. યુરોપના BRIXIT બાદ પણ જયારે સ્કોટલેન્ડ થી ઇંગ્લેન્ડ છૂટું ના પડ્યું તો પાઉન્ડ વજનદાર રહ્યું, આથી જ બીજા દેશો જેવાકે ફ્રાંસ, જર્મની એમનાં ત્યાંની મુશ્કેલી ભૂલી ને પણ Vostro account સ્વીકાર કરીને ભારતને standby ઉભુ રાખે છે... વૈશ્વિક આર્થિક પાયા મા ભારતને ઊભું રાખવું એ પડદા પાછળ નેપથ્ય ની ખૂબ ગહન વાત છે જ.. ફ્રાન્સ અને જર્મની જેવા મોટા દેશો યુરો ના કારણેજ મજબુત છે, e વાત તેઓ જાણે જ છે.. બાકી ત્યાંના અલગ પ્રાદેશિક ચલણ અલગ અસ્તિત્વ માં અલગ મૂલ્યાંકન ધરાવે છે..

usa માં બેંક ના ઘણાં છબરડા બાદ પણ ડોલર નું કોઈ જ યુરોપીય દેશ કશું જ નથી બગાડી શક્યો તે પણ એક off-beat બાબતને નજરઅંદાઝ ના કરી શકાય...

ભારતને પણ હવે BRICS સંયોજન બાદ નીચે ઉતરવું શક્ય નથી. ... આ જ વાત નો પાયો રશિયા ના પેટ્રોલિયમ ધંધા થી forex reserves વધ્યું તે વાત શકય બની.. એ પણ આર્થિક પ્રગતિ ના મુખ્ય ધારાની ગૌણ બાબત નથી.. અત્યારે વીસ જેટલા દેશો ભારતનાં RBI ના Vostro account ને સપોર્ટ કરેજ છે.. કદાચ આ સંખ્યા વધી પણ હોય..

રશિયાનું ઉદાહરણ જોઈએ તો. અમેરિકા રશિયાને વૈશ્વિક કક્ષાએ અળગું કરવા માગે છે. અત્યારે રૂબલ પણ આઘોપાછો જ છે..

ભારતને રશિયાથી અલગ થવું પોસાય તેમ નથી. કેમ કે ભારતનું બે તૃતીયાંશ જેટલું લશ્કરી હાર્ડવેર, જેમાં ટેન્ક અને ફાઈટર જેટનો સમાવેશ થાય છે. રશિયન મૂળના છે. બીજું, રશિયા દાયકાઓથી ભારતનું ભરોસાપાત્ર અને નિષ્ઠાવાન સાથી રહ્યું છે અને એ રીતે ભારતીય વિદેશ નીતિમાં અત્યંત મહત્વનું છે.

વધુ મહત્ત્વની વાત એ છે કે, ભારત એ સમજે છે કે ભવિષ્ય પૂર્વના દેશોનું છે. પશ્ચિમી અર્થવ્યવસ્થાઓ ધીરે ધીરે સંકોચાઇ રહી છે અને પૂર્વીય દેશો વિકાસ પામી રહ્યા છે. આનું કારણ પણ usa જ છે.. યુક્રેન જેવાં દેશો માં બીઓજીનેતિકલ લેબોરેટરી નાખવી તે એમનો એક વ્યાવસાયિક ક્રમ હતો.. જે રશિયાએ તોડ્યો.. ત્યાંસુધી કે Rothschild bank ને બંધ કરી અને ભારતીય રૂપિયો આંતરરાષ્ટ્રિય ચલણ માં લીધો.. આવી જ રીતે અલગ દેશો ને NATO ના સંગઠન થી જોડી વિશિષ્ટ લેબોરેટરી થી અને લોન આપી ને દેવા ના બહાને જગત ના દેશો માં જગ્યા લેવી તે ચીન USA પાસેથી જ શીખી લશ્કર ને ઈસ્ટ ઇન્ડિયા કંપની ની જેમ રાખતા થયું છે.. જેનો યુરોપ અને USA ને વિરોધ છે...

વિશ્વર્ના આર્થિક, તકનીકી, ભૌગોલિક અને લશ્કરી કેન્દ્રો એશિયા તરફ પાછાં ફરી રહ્યાં છે. ઈતિહાસ જોઈએ તો લગભગ 2000 વર્ષો સુધી, ચીન અને ભારત વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ હતી. ઈતિહાસનાં પૈડાં આજે ફરી એકવાર ફર્યા છે. 

યુરો-એટલાન્ટિકથી એશિયા-પેસિફિક તરફ સ્થળાંતરિત થતા ભૂરાજકીય ફોક્સને ફ્રાન્સે સમયસર પારખ્યું છે અને આ ક્ષેત્રમાં ભારતને પોતાના ભાગીદાર તરીકે પસંદ કર્યું છે.

ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ક્ષમતા ધરાવે છે અને એ રીતે, નવી દુનિયાના મુખ્ય ધ્રુવોમાંનું એક છે. ભારતને પોતાના વિકાસની ગતિ ચાલુ રાખવા માટે રશિયા અને મધ્ય-પૂર્વના ઊર્જાસ્રોતો, ચીનનું ઉત્પાદન અને અન્ય તકનીકોનું જ્ઞાન તેમજ વૈશ્વિક દક્ષિણ સાથેના વેપારની જરૂર છે. 

આગામી સમયમાં BRICSનું વિસ્તરણ ચાલુ રહેશે, જે એશિયા માં અને વૈશ્વિક ધોરણે ભારતીય રૂપિયા ની સિસ્ટમથી સ્વતંત્ર નવી નાણાકીય વ્યવસ્થા બનાવશે. આમ ચીન સાથે બિન-જોડાણવાદની નીતિ ભારતની વ્યૂહાત્મક નિતિ છે.

ચીન અત્યારે બે બાજુ થી ભિડાયુ છે.. એના પોતાના તરફથી અપાયેલી લોન માં રિકવરી ઓછી છે અને બીજા આંતરરાષ્ટ્રીય મુસદ્દા માં વિરોધ તેને આંતરિક અને બાહ્ય.. બંને રીતે સતત મળે છે.. જેની લાઠી એની ભેંસ માં હવે લાઠી સતત અફળાતી હોવા કારણે ફાડચા થવાની વેતરણમાં બચાવ ની કોશિષ માં ભારત સાથેના પડોશી રુપે ના વ્યહવાર સુધારવાની કોશિષ કરશે જ..

આશા રાખીએ ભારતના પડોશીઓ તેમના સંબંધ સુધારવા ત્યાંના માંધાતાઓને નેપથ્યની વાત સમજાવી લયબદ્ધ પ્રવાહ ના અવરોહ ના સૂર માં ભારતીય રૂપિયા ના આરોહણ ની પ્રેરણા આપે... તોજ એમનું પણ અસ્તિત્વ ટકી શકશે.. 

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:

No comments:

Post a Comment

राष्ट्र स्तुति

राष्ट्र स्तुति प्रियं भारतम् प्रकृत्या सुरम्यं विशालं प्रकामं सरित्तारहारैः ललामं निकामम् । हिमाद्रिर्ललाटे पदे चैव सिन्धुः प्रियं भारतं सर्...