૬૬. ભગવાન શિવે જાતે પોતાના આશીર્વાદ દ્વારા જ્ઞાન આપ્યું
એક જે ભગ તરીકે ઓળખાય છે તે ભગવાન. બધી જ સમૃધ્ધિ બધી જ સંપત્તિ, બધી ખજાનો, બધી જ કીર્તિ બધું જ ભવ્ય એશ્વર્ય ત્યાં હોય છે. વીર્ય (virya) એ મોટામાં મોટી શક્તિ બળ અને તાકાત છે. યશએ નામના અને પ્રસિધ્ધિ છે. સ્ત્રી એ સમૃદ્ધિ છે. જ્ઞાન અને વૈરાગ્ય એ ડહાપણવાળું શિખર છે અને ત્યાગનું શિખર અનુક્રમે છે. જ્ઞાન એ ભગવાન શંકરે પોતે આશીર્વાદથી આપ્યું છે. બધુ જ જ્ઞાન મહાદેવ શિવ પાસેથી જ મળે છે.
એવું કહેવાય છે કે શિવએ જ્ઞાનનો અકળ મોટો દરિયો હતો તેમાંનો એક ભાગ બૃહસ્પતિએ ઘડામાં ભર્યો હતો અને તેમાંથી એક ચમચો પાણિનિ દ્વારા લેવાયો હતો. જે સંસ્કૃત વ્યાકરણના પ્રસિદ્ધ રચયિતા છે.
તમને આ રસ પડે તેવી વાર્તા છે કે પાણિનિએ જે સંસ્કૃત વ્યાકરણના મૂળ કર્તા છે. તેમણે શંકર પાસેથી જ્ઞાન કેવી રીતે મેળવ્યું. તે તેમના વિદ્યાર્થીઓના સમૂહમાં ઠોઠ વિદ્યાર્થી હતા. તક્ષશિલામાં આવેલા તેમના ગુરુ તક્ષશીલા પાસે ભણતા હતા બીજા વિદ્યાર્થીઓ ઘણા હોશિયાર અને બુદ્ધિશાળી હતા. પાણિનિ એ ઘણો જ ડોબો અને ઓછી બુદ્ધિવાળો હતો અને તેને ઉતારી પાડવામાં આવતો હતો અને વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓ તેની ઠઠ્ઠામશ્કરી કરતા હતા. તેને મનમાં ઘણું લાગી આવ્યું. બીજા બધા વિદ્યાર્થીઓ તેને દમદાટી આપીને કામ કઢાવતા હતા અને શિક્ષક જે કંઈ કહે તે તેને કંઈજ સમજણ પડતી ન હતી.
એ એકલો બધા તરફ નિરાશાજનક, નફરતવાળા વિચારમાં તે જંગલમાં ગયો અને તેણે ભગવાન શંકર ઉપર ઊંડુ ધ્યાન કર્યું. તેણે પ્રાર્થના કરી કે “ઓ ભગવાન, મને જ્ઞાન સાથે આશીર્વાદ આપો." એવું કહેવાય છે કે ભગવાન શિવ તેની સામે દેખાયા અને તેની આસપાસ ગોળ ગોળ ફરીને નૃત્ય કર્યું.
તેમણે ડમરૂનો ચૌદ વખત ધક અવાજ કર્યો અને ચૌદ અવાજો એ આ બધા સંસ્કૃત વ્યાકરણના બધા જ મૂળ બંધારણ હતા.
૧. Aiun આયુન,
૨. Ristk રીર્ક,
૩. Aowng ઓંગ,
૪. Alouch આઉચ (आउँथे),
५. Ha ya va rat હ, ય, વ, રત
६. Lan લાં.
७. Na ma nga na nam, ન, મ, નગ, ન, નમ,
૮. Jha bhanj ઝા, ભંજ,
૯. Gha, dha, dhash, ગા.ધા, ધશ.
१०. Ja, ba, ga, da, das, જ, બ, ગ, ડ, ડસ
११. Kha, pha, chha, tha, tha, cha, ta, tav, ખ, પ, ચ્ચ, થ, થા, ચ, ત, તવ
१२. Ka, Pay. ક, પય,
13. Sa, Sha, Sar, સ, શા, સર,
૧૪. Hal હલ.
આ બધા સંસ્કૃત વ્યાકરણના અર્ક અથવા મૂળભૂત પાયાના બંધારણના શબ્દો હતા આ અવાજો આપણને અર્થ વગરના લાગે છે. કારણ કે તે સંસ્કૃત વ્યાકરણના અને સંસ્કૃત સાહિત્યનો મજબૂત પાયો છે. આથી ભગવાન પુસ્તકો વગર અને ભણાવવાના સાધનો વગર, વિચારો અને અવાજ તથા દૃશ્ય, સ્પર્શ અથવા, કૃપાળું, દયાળુ ચેષ્ટાથી આપણને શીખવે છે. આવા જ શંકર ભગવાનના પુત્ર શ્રી ગણપતિ, શ્રી ગણેશ આવા વિદ્વાન હતા.